✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુકેશ અંબાણીના પુત્ર આકાશનું આ હોટ હીરોઈન સાથે છે અફેર ? કેમ ચાલી રહી છે જોરશોરથી ચર્ચા ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Nov 2016 09:53 AM (IST)
1

આકાશ અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો મોટો પુત્ર છે. વાસ્તવમાં આકાશ અને ઈશા અંબાણી ટ્વિન્સ છે. આકાશ અંબાણી હાલમાં રીલાયન્સ રીટેઈલ અને જીયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. રીલાયન્સના મહત્વાકાંક્ષી જીયો પ્રોજેક્ટ સાથે આકાશ નજીકથી સંકળાયેલો છે.

2

મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે યોજાયેલી ઘણી પાર્ટીઓમાં કેટરીના કૈફ હાજર રહી છે પણ આકાશ અંબાણી સાથે તેણે બીજા કોઈની પાર્ટીમાં હાજરી આપી હોય અને સાથે જ રવાના થયાં હોય એવું પહેલી વાર જ બન્યું છે. તેના કારણે પણ બંનેના અફેરની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

3

આકાશ અંબાણી અને કેટરીના કૈફ બંને પાર્ટીમાં એકબીજાની અત્યંત નજીક હોય એ રીતે વર્તતાં હતાં. બંને મહેમાનોને પણ એક સાથે જ મળતાં હતાં તેના કારણે પણ બંને વચ્ચે અફેર હોવાની વાતો ચાલી રહી છે. બંને તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી તેથી આ વાતો વધારે ચગી છે.

4

કૈટરીના કૈફનું નામ આ પહેલાં ઘણા ફિલ્મ અભિનેતાઓ સાથે જોડાયું છે. સલમાન ખાન અને રણવીર કપૂર સાથેના તેના રોમાન્સની ચર્ચા બહુ લાંબો સમય ચાલી હતી. રણવીર સાથે તે પરણી જશે તેવી વાતો પણ ચાલી હતી પણ ગયા મહિને બંનેનું બ્રેક-અપ થઈ ગયું હોવાના અહેવાલ આવ્યા હતા.

5

આકાશ અંબાણી અને કેટરીન કૈફ બચ્ચન અને અનિલ કપૂરની પાર્ટીમાં એકબીજાના હાથ પકડીને ફરતાં હતાં. આ ઉપરાંત કેટરીનાને કારમાંથી પણ આકાશે હાથ પકડીને ઉતારી હતી. બંને એક જ પ્લેટમાંથી જમ્યાં હતાં અને આગ્રહ કરીને એકબીજાને ખવડાવતાં હતાં.

6

મુંબઈઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને ધનવાન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના અફેરની ચર્ચાઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશનો પુત્ર આકાશ બોલીવુડની એક હોટ હીરોઈનના પ્રેમમાં હોવાની વાતો ચાલી રહી છે.

7

આ હોટ હીરોઈન બીજી કોઈ નહીં પણ કેટરીના કૈફ છે. આ વાતોમાં કેટલું તથ્ય છે તે ખબર નથી પણ અમિતાભ બચ્ચને દિવાળીની પાર્ટી યોજી તેમાં આકાશ અંબાણી અને કેટરીના કૈફ એક જ કારમાં સાથે આવ્યાં અને સાથે રવાના થયાં તેના કારણે આ વાતો ચગી છે. બંને પાર્ટીમાં પણ સાથે જ જોવા મળ્યાં હતાં.

8

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાંથી બંને એક જ કારમાં રવાના થયાં હતાં. અમિતાભને ત્યાંથી બંને અનિલ કપૂરની પાર્ટીમાં પણ સાથે જ ગયાં હતાં. અનિસ કપૂરે જુહૂ ખાતેના પોતાના નિવાસસ્થાને દિવાળીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કેટરીના સાડીમાં અને આકાશ કુર્તા-પાયજામામાં આવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • મુકેશ અંબાણીના પુત્ર આકાશનું આ હોટ હીરોઈન સાથે છે અફેર ? કેમ ચાલી રહી છે જોરશોરથી ચર્ચા ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.