અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાશે. આ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પહોંચી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા દિનશા પટેલે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં એટલું જ નહીં કોંગ્રેસ તરફથી જે પણ ઉમેદવારને ટીકિટ આપવામાં આવશે તેને તેઓ મદદ કરશે.




નિવેદન આવતાં દિનશા પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમને કારણે દેશના લોકો સરદાર સ્મારક વિશે જાણશે. સામાન્ય રીતે કોઈ નેતા અહીં આવતા નથી. ગાંધી પરિવાર અહીં આવી રહ્યો છે તેનો આનંદ છે. સરદાર પટેલના નામે હંમેશા રાજનીતિ કરવામાં આવે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી પણ ક્યારેય અહીં આવ્યા નથી. રૂપિયા 30 કરોડના ખર્ચે સરદાર સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ અહીં ક્યારેય કોઈ મંત્રી પણ આવ્યા નથી.



આ પ્રસંગે દિનશા પટેલા જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી લડવાને બદલે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરશે. ખેડા બેઠક પરથી દિનશા પટેલ લોકસભા ચૂંટણી લડવાની ના પાડે છે તો હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ બેઠક ઉપર કયા નેતાને ટીકિટ આપશે.