દીપિકાને જીવતી સળગાવનારને 1 કરોડ રૂપિયાનું ઈનામ મળશે, જાણો ’પદ્માવતી’ના વિરોધમાં કોણે કરી જાહેરાત
મહાસભાના યુથ વિંગ લીડર ભુવનેશ્વર સિંહે કહ્યું કે, ‘દીપિકા પદૂકોણેને એ અહેસાસ થવો જોઈએ કે જીવતા સળગવાથી કેવું લાગે છે. દીપિકાને રાણી પદ્માવતીના ત્યાગ વિશે કંઈ જ ખબર નથી. જે પણ તેને જીવતી સળગાવશે તેને એક કરોડનું ઇનામ આપવામાં આવશે. અમે માગ કરીએ છીએ કે સંગઠનના પદાધિકારીઓને રિલીઝ પહેલાં ફિલ્મ બતાવવામાં આવે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાના સભ્યોએ દીપિકાનાં પૂતળાં સળગાવ્યાં હતાં. આ સિવાય ભણસાલીનાં પૂતળાં પણ દામોદર સ્વરૂપ પાર્કમાં બાળવામાં આવ્યાં હતાં. મહાસભાના સભ્યોએ કલેક્ટરેટ ઓફિસ સુધી માર્ચ પણ કાઢી હતી અને અહીં ડીએમને એક આવેદન પત્ર સોંપી માગ કરી હતી કે, ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવામાં આવે.
બરેલીઃ ફિલ્મ પદ્માવતીના વિરોધનો સિલસિલો યથાવત છે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા (ABKM)એ રવિવારે બરેલીમાં ફિલ્મની હીરોઈન દીપિકા પાદુકોણ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીના પૂતળાનું દહન કર્યું હતું. ત્યાર બાદ દીપિકાને જીવતી સળગાવનારને એક કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ પહેલાં દીપિકાનું નાક કાપી લાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -