એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, ઇન્ડસ્ટ્રીઝના અડધાથી વધારે પુરુષો મારી પાછળ.....
abpasmita.in | 09 Jul 2019 08:18 AM (IST)
અક્ષરાએ એક સ્ટેજ શો મારફતે કહ્યું કે, ભોજપુરી સિનેમાનાં અડધાથી વધારે પુરુષો તો એવા છે કે જે મને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માટે પાછળ પડી ગયાં છે.
નવી દિલ્હીઃ સિનેમા, ટીવી શો અને હવે સિંગર બની ચૂકેલ અભિનેત્રી અક્ષરા સિંહએ આરોપ લગાવ્યો કે તેની સફળતા લોકો જોઈ નથી શકતા. તેણે કહ્યું કે, મને બદનામ કરી ઇન્ડસ્ટ્રીઝમાંથી બહાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ વાત ખુદ અક્ષરાએ દરભંગામાં પોતાના સ્ટેજ શો દરમિયાન કહી હતી. અક્ષરાએ એક સ્ટેજ શો મારફતે કહ્યું કે, ભોજપુરી સિનેમાનાં અડધાથી વધારે પુરુષો તો એવા છે કે જે મને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માટે પાછળ પડી ગયાં છે. મને ઈન્ડસ્ટ્રીમાંથી તે લોકો આઉટ કરવા માટે લાગેલા છે. પરંતુ ભગવાનનાં આશીર્વાદ અને ફેન્સનો પ્રેમ એટલો છે કે હું હિંમત સાથે આગળ વધતી રહીશ. જેને જેટલી બદનામ કરવી હોય એ કરી લે. આમ જોવા જઈએ તો આ અડધાથી વધારે પુરુષો કોણ છે એ ચર્ચાનો વિષય છે પણ મળેલી જાણકારી પ્રમાણે હાલમાં જ એક ચર્ચિત યુ-ટ્યુબ ચેનલમાંથી અક્ષરાનું એક સેડ સોંગ રિલીઝ થવાનું હતું. કે જે ગીત પવન સિંહે દબાણ કરીને રિલીઝ નહોતું કરવા દીધું. જો કે હવે આ ગીત એક પંજાબી યુ-ટ્યુબ ચેનલ પરથી રિલીઝ થશે જેને લઈને અક્ષરા મોજમા છે.