નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગ રિયલ ટાઇમ બેસિસ પર ઇ-પાન કર જાહેર કરવા માટે એક પ્રોસેસિંગ સેન્ટર પર કામ કરી રહ્યું છે. સોમવારે સંસદમાં આ જાણકારી આપી હતી. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે, રિયલ ટાઇમ પેન/ ટેન પ્રોસેસિંગ સેન્ટર બનાવવા પર વિચાર કરી રહ્યું છે જેથી રિયલ ટાઇમ પેસિસ (10 મિનિટથી પણ ઓછા સમયમાં) પર આધાર બેઝ્ડ ઇ-કેવાયસી મારફતે ઇ-પેન જાહેર કરવામાં આવી શકે છે.
ઠાકુરે કહ્યું કે, સરકારે ઇન્કમટેક્સ વિભાગને અને મજબૂત કરવાના ઇરાદાથી ટેકનોલોજીના સુધાર માટે અનેક પ્રસ્તાવની શરૂઆત છે. એમ થવાથી ટેક્સપેયર્સને સરળતા થશે, આ સાથે જ તેમનો સમય પણ બચશે. આ યોજનાથી ઇન્કમ ટેક્સ વિભાગ પાન હાંસલ કરવામાં લાગનારો સમય ઓછો કરવામાં એક રયલ ટાઇમ પેન –ટેન સેન્ટર પર કામ કરી રહ્યું છે. ખાસ કરીને એ અરજીકર્તાઓ માટે જેમણે આધાર બેઝ્ડ ઇ-કેવાયસી મારફતે અરજી કરી છે.
ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર એક 10 ડિઝિટનો અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે જે હર ટેકસ આપનારા એ સમય બતાવવાની જરૂર હોય છે જ્યારે તે કેન્દ્ર સરકારને ટેક્સ ચૂકવે છે. પરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન પણ એક 10 ડિઝિટવાળો અલ્ફાન્યૂમેરિક કોડ હોય છે જેને તમામ ટેક્સપેયરને આઇટી ડિપાર્ટમેન્ટ દ્ધારા જાહેર કરવામા આવે છે.