Akshara Singh Death Threat: સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરાસિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેત્રીને અજાણ્યા નંબર પરથી જીવની ધમકી આપતો કૉલ આવ્યો છે. ફોન કરનારે કથિત રીતે તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને 50 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. કૉલ બાદ અભિનેત્રીએ દાનાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
'બે દિવસમાં 50 લાખ આપો નહીં તો નહીં તો જાનથી મારી નાંખીશું'
અભિનેત્રીની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. પોતાની ફરિયાદમાં ભોજપુરી અભિનેત્રીએ જણાવ્યું કે 11 નવેમ્બરના રોજ લગભગ 12:20 વાગ્યે તેને બે અલગ-અલગ નંબરો પરથી કૉલ આવ્યા. તેણીનો ફોન આવતાની સાથે જ ફોન કરનારે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ધમકી આપી હતી કે ફોન કરનારે તેની પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફોન કરનારે બે દિવસમાં પૈસા નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
મામલા પર પોલીસે શું કહ્યું ?
પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રશાંત કુમાર ભારદ્વાજે જણાવ્યું કે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે તેના પર ખંડણી માંગવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું, "સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ફોન કરનારની ઓળખ કરવામાં આવશે."
અક્ષરા સિંહ ભોજપુરીની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ છે
અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કેરિયરની શરૂઆત રવિ કિશન સ્ટારર ફિલ્મ 'સત્યમેવ જયતે'થી કરી હતી. તે 'સત્યા', 'તાબદલા' અને 'મા તુઝે સલામ' સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પણ જોવા મળી છે અને તેણે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. અક્ષરા તેના જોરદાર અભિનય અને ગાયકી માટે દેશભરમાં પ્રખ્યાત છે. અક્ષરા સિંહે ટીવી પર પણ કામ કર્યું છે. તેણે ઘણી સિરિયલો કરી છે. તે વર્ષ 2015માં ટીવી શો કાલા ટીકા અને સર્વિસ વાલી બહુમાં જોવા મળી હતી. અક્ષરા સૂર્યપુત્ર કર્ણ અને પોરસ જેવી પીરિયડ ડ્રામા સિરિયલોમાં પણ જોવા મળી છે. અક્ષરા રિયાલિટી શો 'બિગ બોસ'નો ભાગ પણ રહી ચૂકી છે.
આ પણ વાંચો
TMKOC Richest Star: TMKOCના સૌથી અમીર સ્ટાર કોણ છે? નેટવર્થ જાણીને ચોંકી જશો