‘રુસ્તમ’ની વર્દીની હરાજી કરી રહેલા અક્ષય-ટ્વિંકલને નેવી ઓફિસરોએ મોકલી નોટિસ
જણાવી દઈએ કે 26 એપ્રિલે અક્ષયે એક ટ્વિટ દ્વારા આ વર્દીને હરાજી કરવાની જાહેરાત કરી હતી. તેના બાદ ટ્વિટર પર અક્ષય અને તેની પત્નીની ખૂબ આલોચના પણ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં દેખાડવામાં આવેલી વર્દીની હરાજી રોકવામાં આવે, સાથે માનહાનિ થઈ તેના માટે એક લાખ દસ હજાર રૂપિયા ‘ભારત કે વીર’ અકાઉન્ટમાં જમા કરાવે. આ એકાઉન્ટ અર્ધસૈનિકદળ અને શહીદો અને તેના પરિવાર માટે ગૃહ મંત્રાલયે શરૂ કર્યું છે. રક્ષા મંત્રીને પણ આ નોટિસ આપવામાં આવી છે. જેથી હરાજી તરત રોકવામાં આવે.
મુંબઈ: ફિલ્મ ‘રુસ્તમ’માં અક્ષય કુમાર દ્વારા પહેરેલી નૌસેનાના અધિકારીની વર્દીની હરાજીને લઈને સૈન્ય અધિકારીઓ તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે. આ મામલે સેનાના અધિકારીએ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સહિત એક વેબસાઈટને લીગલ નોટિસ મોકલી છે. ફિલ્મ ‘રુસ્તમ’ ની નેવી ઓફિસરના યૂનિફોર્મની હરાજી પર તાત્કાલિક રોક લગાવવા કહ્યું છે.
વર્દીની હરાજીને લઈને દિલ્હીની એક મહિલા વકિલ મારફતે 11 અધિકારીઓ, એક આઈએફ અધિકારી અને 7 રિટાયર્ડ ઓફિસર્સે અક્ષય અને ટ્વિંકલ ખન્ના અને હરાજી કરનારી કંપનીને નોટીસ મોકલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -