અક્ષય કુમારે લોકોને લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નિકળવા વિનંતી કરી છે. હાલમાં જ એક વીડિયોમાં અક્ષયે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. અક્ષયે બે મિનિટના આ વીડિયોમાં તેના ફેન્સને વિનંતી કરી હતી. અક્ષયે કહ્યું, જ્યારે પણ હું તમારી સાથે વાત કરુ છુ ત્યારે પ્રેમથી કરુ છુ પરંતુ આજે કસમથી ખૂબ ગુસ્સો આવે છે કોઈને અસભ્ય બોલાઈ જાય તો માફ કરજો.
અરે, દિમાગ હિલ ગયા હૈ ક્યા કુછ લોગોં કા...... લોકડાઉન શબ્દ કોણ નથી સમજી શકતા ? લોકડાઉનનો મતલબ છે ઘરે રહો, પરિવાર સાથે રહો, રસ્તાઓ પર ન નિકળો. બહાદૂર બની રહ્યા છો? બહાર જઈને. બહાદુરી અહીં જ રહી જશે. પોતે પણ હોસ્પિટલ જશો અને પરિવારને પણ હોસ્પિટલમાં લઈ જશો. કોઈ નહી બચે જો ધ્યાન નહી રાખવામાં આવે. અક્કલનો ઉપયોગ કરો હાથ જોડીને કહી રહ્યો છું. સમગ્ર વિશ્વની હાલત ખરાબ છે, ઘરે રહો અને તમારા પરિવારના હિરો બનો. જ્યાં સુધી સરકાર કહી રહી છે ઘરો રહો ત્યાં સુધી ઘરે રહો. કોરોના સામે જંગ છે તેને હરાવવાની છે.
અક્ષય કુમારે આગળ વાત કરતા કહ્યુ, તમને લાગે છે કે તમે ખૂબ બહાદુર છો. આ બધું તમને મુશ્કેલીમાં મુકાશે. તમે હોસ્પિટલમાં સમાપ્ત થશો અને તમારા પરિવારને પણ બીમાર બનાવશો. તમારા મગજનો ઉપયોગ કરો, હું તમને વિનંતી કરું છું.'