નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે કમાણીના મામલે હોલિવૂડના એક્ટર્સને પણ પાછળ છોડી દીધા છે. અક્ષય કુમારે વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર ચોથો એક્ટર બની ગયો છે. એટલે કે વિશ્વમાં અક્ષય કુમાર કરતાં વધારે કમાણી માત્ર ત્રણ હોલિવૂડ એક્ટર જ કરે છે. ફોર્બ્સ 2019માં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સની યાદીમાં અક્ષયનું નામ ચોથા સ્થાન પર છે.


ફોર્બ્સ દ્રારા વિશ્વના સૌથી વધારે કમાણી કરનારા અભિનેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર રેસલિંગ રિંગમાં હુલામણા નામ ધ રોક તરીકે ઓળખાતો ડ્વેઈન જ્હોનસન છે. રિપોર્ટ પ્રમાણે ધ રોકની જૂન 2018થી લઈને 2019 સુધી ડ્વેઈનની કમાણીનો આંકડો 89.4 મિલિયન ડોલર એટલે કે 6,39,54,97,200 રૂપિયા છે.



આ લિસ્ટમાં ટોપ 10માં અવેન્જર્સ એન્ડગમેના બે સુપરસ્ટાર છે. જેમાં થોર બનતો ક્રિસ હેમ્સવર્થ અને રોબર્ટ ડાઉની જૂનિયરનો સમાવેશ થાય છે. જે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે ક્રિસ હેમ્સવર્થની કમાણી 76.4 મિલિયન ડોલર અને રોબર્ટ ડોની જૂનિયરની કમાણી 66 મિલિયન ડોલર છે. આ લિસ્ટમાં બ્રૈડલી કૂપરસ, ક્રિસ ઈવાંસ અને પોલ રૂડ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે એક્ટર બ્રૈડલી કૂપરે ફિલ્મ અ સ્ટાર ઈઝ બોર્ન માટે 40 મિલિયન ડૉલરની કમાણી કરી છે. આ સિવાય તેણે આ ફિલ્મમાં 57 મિલિયન ડૉલર પણ લગાવ્યા હતા.

ભારતમાંથી અક્ષય કુમાર હાઈએસ્ટ પેઈડ એક્ટરની લિસ્ટમાં ચોથા નંબર પર છે. તેની ટોટલ કમાણી 65 મિલિયન ડૉલર એટલે કે 4,64,99,70,000 રૂપિયા છે. એક વર્ષમાં ચાર ફિલ્મો કરવા માટે અને છેલ્લાં કેટલાય સમયથી હિટ ફિલ્મોની વણઝાર સ્થાપી દેનાર અક્ષય કુમાર બોલિવુડમાં સૌથી વધારે ફી લેતો કલાકાર પણ છે. અક્ષય બાદ જૈકી ચેન 58 મિલિયન ડોલર સાથે ટોપ ટેનમાં સામેલ છે.

ટોપ-10:  1. ડ્વેઈન જ્હોન્સન ($89.4 million) - 2. ક્રિસ હેમ્સવર્થ ($76.4 million) - 3. રોબર્ટ ડોની જૂનિયર Jr. ($66 million) - 4. અક્ષય કુમાર ($65 million) - 5. જેકી ચેન ($58 million) - 6. બ્રેડલી કૂપર ($57 million)- 7. એડમ સેન્ડલર ($57 million) - 8. ક્રિસ ઈવાન્સ ($43.5 million) - 9. પૌલ રૂડ ($41 million) - 10. વિલ સ્મિથ ($35 million)