મુંબઈઃ  ફિલ્મ ‘કેસરી’ હિટ થતાં જ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી છે. અક્ષય કુમારની 11મી ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. આ ફિલ્મ સાથે જ અક્ષય કુમાર 100 કરોડ ક્લબમાં 10 થી વધુ વખત સામેલ થનારો સ્ટાર બની ગયો છે.




આ ક્લબમાં સૌથી આગળ સલમાન ખાન હતો પણ હવે અક્ષયે બાજી મારી લીધી છે અને 10નો આંકડો પાર કરી ટોચ પર આવી ગયો છે. આ ક્લબમાં અજય દેવગન પણ ટક્કર આપી રહ્યો છે. અજય દેવગનની અત્યાર સુધી 9 ફિલ્મો 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે.



અક્ષયની ‘કેસરી’ ફિલ્મે રિલીઝ થયાના સાતમાં દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. સાતમાં દિવસે 6.52 કરોડ રૂપિયાની કમાણી સાથે ફિલ્મ સો કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 100 કરોડ ક્લબમાં અક્ષય કુમારની અત્યાર સુધીની 11 ફિલ્મોને એન્ટ્રી મળી ગઈ છે.

મલાઈકા-અર્જુનના લગ્ન પર પિતા બોની કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું....

અક્ષયની આ 11 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે. 1. 2.0 (હિંદી- 188 કરોડ) 2. ગોલ્ડ (107.37 કરોડ) 3. ટોઈલેટ એક પ્રેમકથા (133 કરોડ), 4. Jolly L.L.B 2 (114), 5. રુસ્તમ(114 કરોડ) 6. હાઉસફૂલ -3 (109 કરોડ) 7.  એરલિફ્ટ (128.10) 8. હોલિડે(112.18 કરોડ) 9. રાઉડી રાઠોર(131 કરોડ) 10. હાઉસફૂલ-2 (114 કરોડ). 11. કેસરી(સાતમાં દિવસે 100.01 કરોડ) આ તમામ આંકડા KOIMOI પરથી લેવામાં આવ્યા છે.