ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી. ચેન્નઈમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર કોલોની બની રહી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર કોલોની માટે 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને આ અંગેની માહિતી મળી હતી અને તેણે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો.
હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ કંચના 2ની હિંદી રિમેક છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં જોવા મળશે.