બોલીવુડના આ સુપરસ્ટારે 12 શહીદ જવાનોના પરિવારને આપ્યા 9-9 લાખ રૂપિયા, જાણો વિગત
અક્ષયે અગાઉ પણ શહીદોના પરિવારને મદદ કરી છે અને તે સતત તેમાન સંપર્કમાં રહીને તેમેન કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. લોકોને ખિલાડી ફેમ અક્ષય એરલીફ્ટ, રુસ્તમ, બેબી, હોલીડે જેવી દેશભક્તિની ફિલ્મોમાં કામ કરીને નવા ભારત કુમાર તરીકે ઉભરી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીઆરપીએફએ ટ્વીટ કરીને અક્ષયની આ કામગીરીના વખાણ કર્યા અને કહ્યું, 'અક્ષયનું આ પગલું તેની દેશભક્તિ, દેશના લોકો અને આર્મી પ્રત્યે તેનું સમર્પણ દર્શાવે છે.' અક્ષય શહીદોના પરીવારોની મદદ માટે એક એપ લોન્ચ કરવા માંગે છે. આ મામલે તે યૂનિયન હોમ સેક્રેટરી રાજીવ મહર્ષી સાથે મુલકાત કરી ચુક્યો છે.
હોમ મંત્રાલયે શા માટે નંબરની જરૂર છે તેવું પૂછતાં અક્ષય કુમારે શહીદોના પરિવારને મદદ કરવાની ઈચ્છૈ દર્શાવી હતી. હોમ મંત્રાલયે તરત જ લશ્કરના અધિકારીઓને બેંક એકાઉન્ટ નંબર આપવાનો આદેશ આપ્યો હતો. આ વિગતો મળતાં જ અક્ષય દ્વારા બુધવારે 12 ખાતાંમાં 9-9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ જગદીશ પ્રસાદ વિશ્નોઇ અને પીઆર મિંડે, કોન્સ્ટેબલ મંગેશ પાલ પાંડે, રામપાલ સિંહ યાદવ, ગોરખનાથ, નંદકુમાર પાત્રા, સતીશ કુમાર વર્મા, શંકર અને સુરેશ કુમાર પણ હુમલામાં શહીદ થયા હતા. અક્ષયે હોમ મંત્રાલયની ઓફિસમાં હુમલામાં શહીદ થયેલા પરીવારોના બેંક એકાઉન્ટની જાણકારી માંગી હતી.
સીઆરપીએફના જવાનોની ભેજ્જી વિસ્તારમાં રાહ જોઈને બેઠેલા નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો અને ઘાયલ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 12 જવાન શહીદ થયા હતા. શહીદોમાં ઇન્સપેક્ટર જગજીત સિંહ, એએસઆઇ એચબી ભટ્ટ અને નરેન્દ્ર કુમાર સિંહનો સમાવેશ થાય છે.
છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા 11 માર્ચના રોજ પેરામિલિટ્રી ફોર્સના રોડ ઓપનીંગ કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા. 11 માર્ચના રોજ સીઆરપીએફની 219મી બટાલીયનના લગભગ 100 જવાન ડ્યુટી પર હતા ત્યારે હુમલો થયો હતો.
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે ફરી એક વાર પોતાની દેશભક્તિનો પરિચય આપીને સીઆરપીએફના ના 12 શહીદ જવાનોના પરિવારને એક કરોડ રૂપિયાથી વધારેની મદદ આપી છે. અક્ષય કુમારે આપેલી મદદમાંથી દરેક શહીદ જવાનના પરીવારના ખાતામાં 9-9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -