મુંબઈ: બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર જલ્દી જ ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવનાર છે. અક્ષયની આ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી છે. ત્યારે હાલમાં જ અક્ષય કુમારનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અક્ષય અને રોહિત એકબીજા સાથે ઝપાઝપી કરતા નજર આવી રહ્યાં છે.

બન્ને વચ્ચે ઝગડો એટલો બધો વધી જાય છે કે ખુદ પોલીસે તેમના વચ્ચે આવવું પડે છે. અક્ષયના આ વીડિયો પર લોકો પણ ખૂબ રિએક્શન આપી રહ્યાં છે. આ વીડિયો ખૂદ બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે શેર કર્યો છે.


વાસ્તવામાં વીડિયોમાં બન્ને કલાકાર મજેદાર અંદાજમાં એક બીજાને મુક્કા મારતા કરતા નજર આવી રહ્યાં છે. વીડિયોની શરૂઆત કેટરીના કૈફથી થાય છે. પરંતુ અક્ષય અને રોહિત વચ્ચે લડાઈ એટલી હદે વધી જાય છે કે પોલીસે તેમનો બચાવ કરવા માટે આવવું પડે છે.

વીડિયો જોઈને એવું લાગે છે કે આ સૂર્યવંશીના શૂટિંગ સમયનો છે. વીડિયોને શેર કરતા અક્ષયે લખ્યું કે, ‘બ્રેકિંગ ન્યૂઝ- એક એવો ઝગડો, જે તમારો દિવસ બનાવી શકે છે. ’


ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. જેમાં અક્ષય સાથે કેટરિના મુખ્ય ભૂમિકામાં છે. સાથે એક સીનમાં રણવીર સિંહ અને અજય દેવગણની પણ ઝલક જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 27 માર્ચે રિલીઝ થશે.

અક્ષયકુમારે શેર કર્યુ નવી ફિલ્મનુ પૉસ્ટર, બોલ્યો- રિમેક નથી પણ સ્ટૉરી છે 80ના દાયકાની.......