અભિનેતા આમીર ખાનની ફિલ્મ 'લાલ સિંઘ ચઢ્ઢા'ની રિલિઝ સાથે ક્લેશ થવાની શક્યતાઓ ટાળવા માટે અક્ષય કુમાર અને સાજીદે પોતાની ફિલ્મની રિલિઝ ડેટમાં બદલાવ કર્યો છે. ફિલ્મ 'બચ્ચન પાંડે'ના નવા રિલિઝ થયેલા પોસ્ટરમાં અક્ષયનો ક્લોઝ અપ જોવા મળે છે.
અક્ષય કુમારના આ પોસ્ટરમાં ફિલ્મની નવી રિલિઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખની જાહેરાત અક્ષય કુમારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરી છે જેમાં તેણે આમીર ખાનને સંબોધીને એમ પણ લખ્યું છે કે અંતે તો આપણે મિત્રો છીએ.