નવી દિલ્હીઃ એર સર્જિકલ સ્ટ્રાઈક પર વિપક્ષ સરકારને સતત ઘેરી રહી છે. તેના કારણે તે સરકાર પાસે તેના પુરાવા માગી રહી છે. આખી વાત સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે જ્યાં લોકો પણ પુરાવા માગી રહ્યા છે. એવામાં બોલિવૂડ સ્ટાર્સ પુરાવા માગનારા અને શહીદો પર રાજનીતિ કરનારાઓ પર ભડક્યા છે. આ જ ક્રમમાં અક્ષય કુમારનું નામ પણ જોડાઈ ગયું છે.


અક્ષય કુમારે સેના પાસે પુરાવા માગવાના સવાલ પર કહ્યું હતું કે દેશના વીર પોતાનું જીવન દેશ ઉપર કુર્બાન કરે છે. આવા સમયે પુરાવા માગવા એ ખોટું છે. મારે સાબિતી જોઈતી નથી અને આશા રાખું છું કે બાકી લોકો પણ આમ ના કરે. દેશના વીર જવાનો પોતાનું સુખ છોડીને આપણી સુરક્ષા કરે છે. જેથી આપણ પોતાના ઘરમાં શાંતિથી ઉંધી શકીએ છીએ. આવા સમયે જવાનોની વીરતા પર આપણે પુરાવા કેવી રીતે માંગી શકીએ.



અક્ષય કુમારે કહ્યું હતું કે ભારતના વીર દ્વારા દેશ માટે શહીદ થયેલા પરિવારોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધી તે લગભગ 600 શહીદ પરિવારોની મદદ કરી ચૂક્યા છે અને દરેક શહીદ પરિવારને 15 લાખની મદદ કરવામાં આવી છે. હવે અમે આશા રાખી રહ્યા છીએ કે કારગિલ યુદ્ધ કે બીજી લડાઈમાં જે દેશના વીર વિકલાંગ થયા છે અને હવે તે વિકલાંગ જિંદગી જેવી રહ્યા છે, અમારો પ્રયત્ન છે કે અમે ભારતના વીર દ્વારા વિકલાંગ સૈનિકો સાથે જોડાઈએ અને તેમની પણ મદદ કરીએ. આ વિશે સરકાર સાથે અમારી વાતચીત ચાલી રહી છે.