અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી. પોલીસ બધાના નિવેદન લેતા હતા ત્યારે હાર્દિકે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતે પોલીસ અને હાર્દિક વચ્ચે બોલાચાલી થઈ હતી. હાર્દિકે પોલીસ સાથે દલિલ કરતા કહ્યું કે અકસ્માત વખતે ફક્ત ડ્રાઈવરનું જ નિવેદન લેવાનું હોય છે. પોલીસે કહ્યું કે તમે ખોટી દલિલ કરો છો અકસ્માત સમયે ગાડીમાં સવાર બધા લોકોના નિવેદન લેવા જરૂરી છે. આ ઘટના પછી હાર્દિક પટેલ બીજી ગાડીમાં બેસી અમદાવાદ આવવા રવાના થયો હતો. આ ઘટનામાં હાર્દિક પટેલની કારને પણ નુકસાન થયું હતું.
ચોટીલા-રાજકોટ હાઈવે પર હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, જાણો પછી શું થયું....
abpasmita.in
Updated at:
08 Mar 2019 07:21 AM (IST)
રાજકોટ-ચોટીલા હાઇવે પર પાસ નેતા હાર્દિક પટેલની કારને અકસ્માત નડ્યો છે. હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને અડફેટે લીધો છે. જેમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો .
NEXT
PREV
અમદાવાદઃ રાજકોટ-ચોટીલા હાઇવે પર પાસ નેતા હાર્દિક પટેલની કારને અકસ્માત નડ્યો છે. હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને અડફેટે લીધો છે. જેમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો . ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાર્દિકની કાર પર નંબરપ્લેટ પણ જોવા મળી નથી.
અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી. પોલીસ બધાના નિવેદન લેતા હતા ત્યારે હાર્દિકે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતે પોલીસ અને હાર્દિક વચ્ચે બોલાચાલી થઈ હતી. હાર્દિકે પોલીસ સાથે દલિલ કરતા કહ્યું કે અકસ્માત વખતે ફક્ત ડ્રાઈવરનું જ નિવેદન લેવાનું હોય છે. પોલીસે કહ્યું કે તમે ખોટી દલિલ કરો છો અકસ્માત સમયે ગાડીમાં સવાર બધા લોકોના નિવેદન લેવા જરૂરી છે. આ ઘટના પછી હાર્દિક પટેલ બીજી ગાડીમાં બેસી અમદાવાદ આવવા રવાના થયો હતો. આ ઘટનામાં હાર્દિક પટેલની કારને પણ નુકસાન થયું હતું.
અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી. પોલીસ બધાના નિવેદન લેતા હતા ત્યારે હાર્દિકે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતે પોલીસ અને હાર્દિક વચ્ચે બોલાચાલી થઈ હતી. હાર્દિકે પોલીસ સાથે દલિલ કરતા કહ્યું કે અકસ્માત વખતે ફક્ત ડ્રાઈવરનું જ નિવેદન લેવાનું હોય છે. પોલીસે કહ્યું કે તમે ખોટી દલિલ કરો છો અકસ્માત સમયે ગાડીમાં સવાર બધા લોકોના નિવેદન લેવા જરૂરી છે. આ ઘટના પછી હાર્દિક પટેલ બીજી ગાડીમાં બેસી અમદાવાદ આવવા રવાના થયો હતો. આ ઘટનામાં હાર્દિક પટેલની કારને પણ નુકસાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -