મુંબઈ: એક્ટર અક્ષય કુમાર હંમેશા સામાજિક સેવાને લઇને ચર્ચામાં રહે છે. પુલવામામાં શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ બાદ હવે એક ચેરિટી ઇવેન્ટ માટે 100 દુલ્હનોને એક-એક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર એક સમૂહ વિવાહ સમારોહમાં ગયા હતા. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 100 જેટલા આર્થિક સુવિધાથી વંચિત નવ દંપતીઓના લગ્ન થયા હતા અને અક્ષય કુમાર તે લોકોને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. ત્યાં અક્ષયે સમુહ લગ્નમાં ઉપહાર તરીકે દરેક નવવધૂને એક-એક લાખ રૂપિયાની જાહેરાત કરી. અક્ષયે આ મદદ કરવા પાછળ જણાવ્યું કે નવ દંપતીઓના જીવનનો પ્રારંભ એક નવા પ્રકારે થાય અને તેઓ પોતાના લગ્ન જીવનની શરૂઆત શાનદાર રીતે શરૂ કરી શકે. અક્ષયના આ પગલાથી તેની ખૂબ પ્રશંસા પણ થઇ રહી છે. Video: આ હોટ એક્ટ્રેસે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું- ‘અમારા મોદીજી તમને છોડશે નહીં’ આ પહેલા અક્ષય કુમારે પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવારને પાંચ કરોડ રૂપિયાના આર્થિક મદદ કરી હતી. આ સિવાય અક્ષયે ભારતના વીર નામથી એક એપ પણ બનાવી છે જે એક ટ્રસ્ટ છે. જેમાં લોકો કેન્દ્રીય સશસ્ત્ર અર્ધશઐનિક દળ, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એનડીઆરએફ, એનએસજી, એસએસબી અને આસામ રાઇફલના શહીદોના પરિવારને સહયોગ કરી શકે છે. રુવાંટાં ઉભા કરી દેશે અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર! 21 શીખ સૈનીકોએ 10,000 અફઘાનને ચટાડી હતી ધૂળ