નવી દિલ્હી: ભારતના વિંગ કમાંડર અભિનંદન 60 કલાક બાદ પોતાના વતન ફર્યા છે. બોર્ડર પર પહોંચતાની સાથે જ તેમણે પોતાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મીડિયાએ તે અધિકારીને પૂછ્યું કે અભિનંદને સૌથી પહેલા શું કહ્યું હતું તો તેમણે કહ્યું હતું કે, અભિનંદનના સૌથી પહેલા શબ્દો હતાં કે ‘વતન વાપસીને લઈને બહુ ખુશ છું’. પાકિસ્તાનના અધિકારીઓની સાથે અભિનંદન આવ્યા હતાં. ત્યાર બાદ અભિનંદન 132 પગલાં ચાલીને 7.30 મીનિટમાં ભારતની ધરતી પર પહોંચ્યા હતાં. ત્યાર બાદ  હાજર ભારતના અધિકારીઓ સાથે જોશમાં હાથ મિલાવ્યા હતાં. ત્યાર બાદ તેમને સાથે લઈ ગયા હતાં.
ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને જૈશના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યાર બાદ પાકિસ્તાને પણ એર સ્ટ્રાઈકનો પ્રયત્ન કર્યો હતો જોકે ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને ખદેડી મૂક્યાં હતા. આ દરમિયાન ભારતનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પીઓકેમાં સુરક્ષીત ઉતરી ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાન આર્મીએ તેમને બંધક બનાવી દીધા હતા.