કુપવાડા: જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં 5 જવાનો શહીદ થયા હતાં. આ સિવાય એક સામાન્ય નાગરિકનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે નવ જવાનો ઘાયલ થયા છે. જેમાં સેનાના સાત અને સીઆરપીએફના બે જવાન સામેલ છે. આ પહેલા સવારે સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
ઘાયલ જવાનોને શ્રીનગરના બેઝ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જેમાં બે હાલત ગંભીર છે. આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળ્યાં બાદ સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના બાબગુંડ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારિક સુત્રોએ જણાવ્યું કે, સીઆરપીએફ અને સેનાના જવાનો આતંકવાદીઓના શવ લેવા ગયા હતા. માર્યા ગયેલા બે આતંકવાદીઓમાંથી એક આતંકી અચાનક ઉભો થયો હતો અને અંધાધુંધ ફાયરિંગ શરુ કરી દીધી હતી. આ ફાયરિંગમાં 5 જવાન શહીદ થયા છે. જ્યારે 8 ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સર્ચ અપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધી જેના બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ઉત્તર કાશ્મીરના કુપવાડા સ્થિત હંદવાડ સેક્ટરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સવારથી જ આ અથડામણ ચાલુ છે.