મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ફી લેતો કલાકાર કોણ છે? આ સવાલના જવાબમાં સામાન્ય રીતે સલમાન ખાન કે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સનું નામ સૌથી પહેલાં જીભે ચડે. જો કે આ માન્યતા ખોટી છે. બોલીવુડમાં સૌથી વધારે ફી લેતો એક્ટર અક્ષય કુમાર છે.

અક્ષય કુમારની નજીકના સૂત્રાના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર હવે એક ફિલ્મ માટે રૂપિયા 54 કરોડ ચાર્જ કરે છે. અક્ષય' રાઉડી રાઠોર' કરતો હતો ત્યારે 2012નું વર્ષ હતું ને એ વખતે અક્ષયને એક ફિલ્મના 9 કરોડ મળ્યા હતા. આ ફિલ્મ સુપર હીટ થતાં અક્ષયના દિવસો બદલાયા તેથી તે 9 નંબરને લકી માને છે.

અક્ષય આ કારણે જ 9ના ગુણાંકમાં ફી લે છે. ને અક્ષય એક ફિલ્મ માટે રૂપિયા 54 કરોડ ફી માંગી રહ્યો છે. હાલમા તેને આ ફી મળી પણ રહી છે. થોડા દિવસો પહેલાં ફોર્બ્સ મેગેઝિને  અક્ષય કુમારને રૂપિયા 444 કરોડની કમાણી સાથે બોલીવૂડનો સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા ગણાવ્યો હતો.