અમદાવાદનો મહેમાન બન્યો અક્ષય કુમાર, ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ શકે છે ફિલ્મ 'પેડમેન'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય રૂપાણીએ જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ મામલે ગુજરાત આગળ રહ્યું છે. મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતી જ ફિલ્મ લઇને અક્ષય કુમાર આવ્યા છે. ગુજરાતમાં તેમનું સ્વાગત છે. વિજય રૂપાણીએ પેડમેન ફિલ્મ માટે અક્ષય કુમારને અભિનંદન પાઠવ્યા હતા.
અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન' તમિલનાડુના અરૂણાચલના મુરુગનાથમની બાયોપિક પર છે. જેમાં અક્ષય કુમાર એક સોશિયલ વર્કરનો રોલ પ્લે કરી રહ્યો છે. અક્ષય ફિલ્મમાં મહિલાઓની પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓને લઇને જાગૃતિ પર કામ કરતો જોવા મળશે. ફિલ્મમાં મહિલાઓને માટે સેનેટરી નેપકિન બનાવતી મશીન બનાવીને ગ્રામીણ વિસ્તારમાં જાગૃતતા ફેલાવવા માટેના મુરુગનાથમના સંધર્ષને બતાવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફિલ્મની ઝલક નિહાળી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા અંગે વિચારણા કરવામાં આવશે.
અમદાવાદ: અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ 'પેડમેન'ના પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો છે. અક્ષય કુમારે પીવીઆર થિયેટર ખાતે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -