રજનીકાંત બાદ હવે અક્ષય કુમાર Man vs Wildમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2020 09:37 PM (IST)
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સના એડવેન્ચર શોમાં નજર આવી ચુક્યા છે. પીએમ મોદી સાથે ગ્રિલ્સે મેન વર્સેસ વાઈલ્ડનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં કર્યું હતું.
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે બેયર ગ્રિલ્સના એડવેન્ચર શો મેન વર્સેસ વાઈલ્ડમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. રજનીકાંત શોનું શૂટિંગ પૂરી કર્યા બાદ બંદીપૂર ટાઈગર રિઝર્વથી પરત ફર્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સના એડવેન્ચર શોમાં નજર આવી ચુક્યા છે. પીએમ મોદી સાથે ગ્રિલ્સે મેન વર્સેસ વાઈલ્ડનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં કર્યું હતું. અક્ષય કુમાર આ શોના શૂટિંગ માટે બંદીપૂર રવાના થઈ ગયા છે. તમિલ સુપરસ્ટાર રજનીકાંતનું શૂટિંગ મંગળવારે પૂરુ કરી લીધું હતું. હવે અક્ષય કુમાર આ એડવેન્ચર શોનો ભાગ બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારનું ફિટનેસ લેવલ જોરદાર છે અને તેના ડેરડેવિલ અંદાજના કારણે ખેલાડી તરીકે પણ ઓળખાય છે. અક્ષય એક્શન તથા સ્ટંટ્સ માટે પણ જાણીતો છે.