હેમિલ્ટન: ભારતે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પાંચ ટી-20 સીરિઝની ત્રીજી ટી-20માં સુપર ઓવરથી મેચ જીતી હતી. આ જીત સાથે ન્યૂઝિલેન્ડમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 સીરિઝ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ પાંચ ટી-20 મેચની સીરિઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડ઼ીએ 20 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ મેચ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન ધોનીને પાછળ છોડી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

વિરાટે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં 25 રન બનાવતાની સાથે જ ધોનીની બરાબરી કરી લીધી હતી. વિરાટ કોહલી ભારત તરફથી ટી20માં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. ઓવરઓલ વિરાટ હવે ત્રીજા નંબરે પહોંચી ગયો છે.


આ રેકોર્ડ મામલે સૌથી આગળ દક્ષિણ આફ્રિકાના ફાફ ડૂ પ્લેસી અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન છે. વિરાટે હેમિલ્ટનના સેડન પાર્ક પર ત્રીજી ટી20માં 27 બોલમાં 38 રોનની ઈનિંગ રમી હતી. કોહલીએ કેપ્ટન તરીકે આ 36મી મેચ રમી હતી. કોહલીએ ટી20માં 8 વખત 50 પ્લસનો સ્કોર બનાવ્યો છે.



વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટી20માં અત્યાર સુધી 1126 રન બનાવ્યા છે. જ્યારે ડૂપ્લેસીએ કેપ્ટન કરીતે 1237 રન અને વિલિયમસને 1243 રન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 1112 રન બનાવ્યા છે.

INDvsNZ: સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાની જીત પર વિરેન્દ્ર સેહવાગનું ટ્વિટ, કહ્યું- ઐસા લગતા હૈ અપુનિચ ભગવાન હૈ !