'હાઉસફૂલ 4'ના સેટ પરથી લીક થયો અક્ષય કુમારનો લૂક, જુઓ વાયરલ તસવીરો
સાજિદ નડિયાદવાલા ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને ભારે બજેટ સાથે આ ફિલ્મને બનાવવામાં આવી રહી છે. 75 કરોડનું બજેટ માત્ર ફિલ્મના વીએફએક્સ માટે રાખવામાં આવ્યું છે. હાઉસફૂલ 4 આગામી વર્ષે 2019માં દિવાળી પર રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઉસફૂલ 4 એક હોરર કોમેડી ફિલ્મ છે ફિલ્મની સ્ટોરી બે સદીઓમાં છે. ફિલ્મમાં એક સમય તો આજનો છે પરંતુ બીજો સમય રાજા મહારાજા સમયનો હશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે જેવા સ્ટાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ સમગ્ર ટીમ સાથે રાજસ્થાનમાં થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ 4 વિવાદોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને વધુ એક રિપોર્ટ્સ સામે આવ્યા છે. ફિલ્મના સેટ પરથી અક્ષય કુમારનો લૂક લીક થયો છે. અક્ષય કુમાર આ તસવીરોમાં મૂંડન કરાવેલા અને શાનદાર મૂછમાં જોવા મળે છે. અક્ષય કુમારનો આ લૂક પેશવા બાજીરાવ જેવો પણ લાગી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -