ક્રિકેટમાં મહિલા ટીમે 50 ઓવરમાં 596 રન ફટકાર્યા તો સામેની ટીમ કેટલા રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જાણો વિગત
ઓસ્ટ્રેલિયામાં જેટ્સ વીમેન્સ ક્રિકેટની ડાયરેક્ટર જેનેથે કહ્યું હતું કે, અમે લોકો વિચારી રહ્યાં હતા કે આ કોઈ રેકોર્ડ સ્કોર છે કે નથી. હવે આ કન્ફોર્મ થઈ ગયું છે કે આ ક્લબ ક્રિકેટનો રેકોર્ડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોર્થન ડિસ્ટ્રિક્ટના કેપ્ટને કહ્યું હતું કે, આટલો મોટો પડકાર જોઈને વિશ્વાસ જ નહતો થઈ રહ્યો. અમે કોઈ રેકોર્ડ માટે રમતા નહતાં. બેટ્સમેન બેટિંગ કરતા ગયા અને આ સ્કોર બનતો ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર આ મેચ રમાઈ હતી. જેમાં પોર્ટ એડિલેડની ટીમ માત્ર 25 રનમાં ઓલ આઉટ થઈ જતાં નોર્થન ડિસ્ટ્રિક્ટ આ મેચ 571 રને જીતી ગયું હતું. આ ટીમના ચાર બેટ્સમેન તો 0 રને આઉટ થયા હતા અને કોઈ બેટ્સમેન 9 રનથી વધુ બનાવી શક્યુ નહતું.
નોર્થન ડિસ્ટ્રિક્ટના ઓપનર બેટ્સમેન મેક ફરીને 80 બોલમાં 130, સેવીલેએ 56 બોલમાં 120, ત્રીજા બેટ્સમેન એસએમ બેટ્સે 71 બોલમાં 124 રન જ્યારે ડીઆર બ્રોને 84 બોલમાં અણનમ 117 રનની ઈનિંગ રમી હતી. ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જ્યારે 88 રન તો માત્ર એકસ્ટ્રાના આવ્યા હતા. જેમાં 75 બોલ વાઈડની હતાં. 50 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર નોર્થન ડિસ્ટ્રિક્ટે 596 રન બનાવ્યા હતા.
એડિલેડ: ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં નોર્થન ડિસ્ટ્રિક્ટ અને પોર્ટ એડિલેડ વચ્ચે વીમેન્સ ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં નોર્થન ડિસ્ટ્રિક્ટે 50 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 596 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પોર્ટ એડિલેડની ટીમ માત્ર 25 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચને નોર્થન ડિસ્ટ્રિક્ટે 571 રને જીતી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -