મુંબઈઃ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ટૂંકમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એમેજોન પ્રાઈમની વેબ સીરીઝ ‘ધ એન્ડ’માં અક્ષય કુમાર જોવા મળશે. આ સ્ટન્ટ બેસ્ડ શો છે. તેની જાણકારી હાલમાં જ એક શો પર સ્ટન્ટ કરતાં અક્ષય કુમારે આપી હતી. પરંતુ હાલમાં અક્ષય કુમરને લઈને ચર્ચા ઝે કે આ શોટ માટે તેણે 90 કરોડ રૂપિયાની ફી મળવાની છે.


જોકે પ્રોડક્શન ટીમમાંથી કોઈ પણ આ રકમને કન્ફર્મ કરવા માટે તૈયાર નથી, પરંતુ આ પ્રોજેક્ટની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે અક્ષયની ફી લગભગ 90 કરોડ રૂપિયા છે.



સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ‘શરૂઆતથી જ અક્ષય ડિજિટલ સીરિઝ કરવા માટે આતુર નહોતો. એમેઝોનની ટીમે તેને ખૂબ જ સમજાવ્યો હતો. તેમને આશા છે કે, બોલિવૂડના વધુને વધુ સુપરસ્ટાર્સને પણ તેઓ મનાવી લેશે.’ મજેદાર વાત એ છે કે, સલમાન ખાન પણ નજીકના ભવિષ્યમાં એમેઝોનની સાથે વેબ સીરિઝ સાઇન કરે એવી શક્યતા છે. ‘ધ એન્ડ’ નામની આ વેબ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર આવશે.