નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા રજૂ કરવા મામલે હાલ દેશનું વાતાવરણ ગરમ છે, ત્યારે આ ચર્ચામાં બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર આ વાતને લઈને પોતાની નારાજગી એક વીડિયો દ્વારા જાહેર કરી છે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી મારા મગજમાં જે ચાલી રહ્યું છે તે શેર કરી રહ્યો છું. મારો ઈરાદો કોઈને દુખ પહોંચાડવાનો નથી.
આ વીડિયોમાં અક્ષય કહી રહ્યો છે કે આજે હુ એક સ્ટાર તરીકે નહી પરંતુ એક આર્મીમેનના પુત્ર તરીકે વાત કરી રહ્યો છું. ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે દેશમાં વાતાવરણ ગરમ છે, કોઈ પ્રૂફની માંગ કરી રહ્યું છે તો કોઈ બેન કરવાની માંગ કરી રહ્યું છે, કોઈ યુધ્ધ થશે કે નહી તેની વાત કરી રહ્યું છે. શર્મ કરવી જોઈએ આ પ્રકારની વાતો પછી કરજો.
અક્ષયે કહ્યું જરા વિચારો તો ખરા કે કોઈએ સરહદ પર પોતાનો જીવ ગુમાવ્યો છે, 19 જવાન શહીદ થયા છે. એક 24 વર્ષનો જવાન બારામૂલ્લામાં શહીદ થયો છે. અક્ષયે ઉરી હુમલાના નિંદા કરી હતી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે જાંબાજ જવાનો માટે પ્રાર્થના કરો. આતંકવાદને રોકવાની જરૂર છે. છેલ્લે અક્ષય કુમારે લખ્યું છે જયહિંદ અક્ષય કુમારનો આ વીડિયો ફેસબુક પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, 21 હજારથી વધુ વખત આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.