મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારનો આજે જન્મદિવસ છે. અક્ષય કુમારના ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. અક્ષયે પોતાના જન્મદિવસ પર પોતાના ફેન્સને ગીફ્ટ આપી છે. અક્ષયે આજે પોતાની એક નવી ફિલ્મની જાહેરાત કરી છે.


અભિનેતા અક્ષય કુમારે પોતાના ટ્વિટપર પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે તે યશરાજ બેનર હેઠળ બનનારી ફિલ્મ 'પૃથ્વીરાજ ચૌહાણ'માં જોવા મળશે.


આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રિલિઝ કરવામાં આવશે. અક્ષય કુમારે ફિલ્મનું એક ટીઝર પણ રિલિઝ કર્યુ છે. અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'મિશન મંગલ'માં જોવા મળ્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન'ને આ વર્ષે બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યુ માટે નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે.