મુંબઈઃ લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન સોમવારે 29 એપ્રિલના રોજ થયું હતું. અનેક બોલિવૂડ સ્ટારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે અક્ષય કુમારે મત ન આપાત લોકો ભડક્યા હતા. દેશભક્તિ અને સામાજિક મુદ્દાઓ પર અનેક ફિલ્મો કરનાર અક્ષયે થોડા દિવસ હેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક “બિન રાજકીય” ઇન્ટર્યૂ લીધો હતો.


અક્ષય કુમારના પીઆરઓ પાસે પણ અક્ષય દ્વારા મત ન આપવા મામલે જાણકારી માગવામાં આવી પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો. અક્ષય કુમાર પાસે ભારત જ નહીં પરંતુ કેનેડાની પણ નાગરિકતા હોવાની ચર્ચાઓ હંમેશા રહી છે.


જોકે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાએ જૂહુમાં બનાવવામાં આવેલ મતદાન કેન્દ્રમાં મત આપ્યો, પરંતુ અક્ષય તેની સાથે ન હતો. ત્યાર બાદાથી જ સોશિયલ મીડિયા પર અક્ષને લઈને તમામ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, જેમાં તેની દેશભક્તિ સહિત તેની નાગરિકતાને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.