આ ફોનની ખરીદી પર જિયો તરફથી ગ્રાહકોને 4 વર્ષ માટે ડબલ ડેટા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત જિયો 2400 રૂપિયાનું કેશબેક પણ આપી રહ્યું છે.
આ સ્માર્ટફોનમાં 6.26-ઇંચની એચડી + ડિસ્પ્લે છે જે ડોટ-નૌચ ડિઝાઇન સાથે આવે છે. ફોનના આગળના ભાગમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 હશે. ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે, જે એઆઈ Beautification અને AI પોર્ટ્રેટ મોડથી સજ્જ છે. સ્માર્ટફોનમાં પાછળ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે અને સેકન્ડરી કેમેરો 2 મેગાપિક્સનો છે.
આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 7,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 8,999 રૂપિયા છે.
રેડમી 7 ને લૂનર લાલ, કૉમેન્ટ બ્લુ અને એક્લીપ્સ બ્લેક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4,000 એમએએચ બેટરી અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર છે. આ ફોનમાં યુઝર્સને આઇઆર બ્લાસ્ટ ફિચર પણ મળશે. આ ઉપરાંત 360 ડિગ્રી એઆઈ ફેસ અનલોક, ફોનમાં ડ્યુઅલ વૉલ્ટ સિમ સપોર્ટ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન MIUI 10 પર આધારિત એન્ડ્રોડ 9 પાઇ પર ચાલે છે.