બૉલિવૂડના સુપરસ્ટાર અને અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘મિશન મંગલ’ બૉક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 8 દિવસની અંદર ઘરેલુ બૉક્સ ઑફિસ પર 128 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.


માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા છે. આ ફિલ્મ લગભગ 32 કરોડ રૂપિયાના બજેટમાં બની છે પરંતુ ફિલ્મને દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફિલ્મને 29.16 કરોડની બમ્પર ઓપનિંગ મળી હતી. આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મે અત્યાર સુધી ઘરેલુ બૉક્સ ઓફિસ પર 128.16 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.


ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે અક્ષયની મિશન મંગલ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ એક સાથે રીલિઝ થઇ હતી. બાટલા હાઉસે અત્યાર સુધી 62 કરોડની કમાણી કરી લીધી છે. આ અગાઉ અક્ષયની ગોલ્ડ અને જોનની સત્યમેવ જયતેની ટક્કર થઇ હતી. બંન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

કમાણીના મામલે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા આ બોલિવૂડ એક્ટરે, એક વર્ષની કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો....

જાંબાઝ પાયલટ અભિનંદન પર બનશે ફિલ્મ, કોણ હશે એક્ટર?, જાણો વિગતે