મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર અક્ષય કુમાર પોતાની હાલની વોશિંગ પાઉડરની એડમાં મરાઠા યોદ્ધાની ભૂમિકા ભજવીને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ ગયા છે. ‘પેડમેન’ના એક્ટર પર મરાઠા ભાવનાઓ દુભાવાનો આરોપ લાગ્યો છે. એડમાં અક્ષય યુદ્ધમાં દુશ્મોનેને હરાવ્યા બાદ પોતાના રાજ્યમાં પરત આવે છે. ત્યારે તેની સેનાનો એક જવાનને તેની પત્ની ગંદા કપડાના કારણે ટકોર કરે છે.
મીડિયા અહેવાલ અનુસાર, વર્લી પોલીસ સ્ટેશનમાં એક્ટર વિરૂદ્ધ મરાઠી સંસ્કૃતિ અને તેની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
અક્ષયે હાલમાં તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય આ વર્ષે ‘બચ્ચન પાંડે’, સૂર્યવંશી’, ‘લક્ષ્મી બોમ્બ’, ‘પૃથ્વીરાજ’ અને ‘બેલ બોટમ’ જેવી ફિલ્મમાં જોવા મળશે.