રુવાંટાં ઉભા કરી દેશે અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર! 21 શીખ સૈનીકોએ 10,000 અફઘાનને ચટાડી હતી ધૂળ
abpasmita.in | 21 Feb 2019 02:20 PM (IST)
નવી દિલ્હીઃ અક્ષય કુમારના ફેન્સ જેના રાહ જોઈ રહ્યા હતા તે અપકમિંગ ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું, જે અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યું. અંદાજે 3 મિનિટના આ ટ્રેલરમાં ફિલ્મની ભવ્યતા, શાનદાર એક્શનથી લઈને જાનદાર ડાયલોગ્સની ઝલક દર્શકોને જોવા મળશે. ફિલ્મ 1897ની સારાગાઢીની લડાઇ પર આધારિત છે. જેમાં બ્રિટિશ ભારતીય સેનાનાં 21 લાખ સૈનિકો હતાં જેણે 10,000 અફઘાની આક્રમણકારીઓ સાથે લડાઇ કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઇશર સિંહનાં પાત્રમાં નજર આવે છે. અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં પરિણિતી ચોપરા લિડ રોલમાં છે. આ ફિલ્મ બંને પતિ-પત્નીનાં પાત્રમાં નજર આવે છે. 21 માર્ચ 2019નાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવશે તેવું ટ્રેલર પરથી લાગે છે.