Bollywood News : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમના પર બનેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઇ છે. આલિયાની એક્ટિંગને હંમેશા પસંદ કરવામાં આવી છે. આલિયા દરેક ફિલ્મમાં કેટલાક પ્રયોગો કરે છે, જેના કારણે તે દરેક વખતે પ્રશંસા મેળવે છે. આજે આલિયા તેનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ વર્ષે આલિયાની અનેક મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવાની છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના દમ પર એક મોટું સ્થાન મેળવ્યું છે. તે કરોડોની સંપત્તિની માલિક છે અને એક ફિલ્મ કરવા માટે તગડી રકમ વસૂલે છે. આજે, આલિયાના જન્મદિવસના પર અમે તમને તેની નેટવર્થ વિશે જણાવીએ.

Continues below advertisement


નોલેજ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટની પાસે 74 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એક ફિલ્મ કરવા માટે 9-10 કરોડ રૂપિયા લે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આલિયાની નેટવર્થમાં ઘણો વધારો થયો છે. ફિલ્મો ઉપરાંત, તેની કમાણીનો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, મોડેલિંગ અને સ્ટેજ પરફોર્મન્સ છે.




મુંબઈમાં આલીશાન ઘર
આલિયા ભટ્ટનું મુંબઈમાં ખૂબ જ આલીશાન ઘર છે. આ ઘરને રિચા બહેલે ડિઝાઇન કર્યું છે. આ ઘરમાં તે તેની બહેન શાહીન સાથે રહે છે.આલિયા પાસે લક્ઝરી વાહનો પણ છે. તેને કારનો ખૂબ શોખ છે. તેની સાથે Audi Q7, Audi Q5, BMW 7 સિરીઝ, રેન્જ રોવર સહિત અનેક વાહનો છે.




આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આલિયાની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. હવે તે ટૂંક સમયમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં જોવા મળશે. આલિયા પાસે ફિલ્મોની લાઈન છે. તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.