આલિયા તસ્વીર શેર કરીને લખ્યું કે, “સૌથી સાર યુવકો (અને સારી યુવતી).” આલિયા અને રણબીરના ફેન્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યાં છે. માત્ર ત્રણ કલાકમાં જ ફોટોને ઇન્સ્ટા પર 15 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને ફેન્સે હજારો કમેન્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે, નવા વર્ષના અવસર પર રણબીર અને આલિયા જ નહીં પણ બોલિવૂડના અનેક સ્ટાર્સ હાલમાં દેશ અને વિદેશમાં વેકેશન માણી રહ્યાં છે. ભૂમિ પેડનેકરની પણ કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તે પરિવાર સાથે રજા ગાળી રહી છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)