અક્ષય-કરીનાની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' 100 કરોડ ક્લબમાં સામેલ, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
abpasmita.in | 02 Jan 2020 04:48 PM (IST)
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' રિલીઝના 6 દિવસ બાદ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' રિલીઝના 6 દિવસ બાદ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજિત દોસાંજ અને કિઆરા અડવાણી છે. આ ફિલ્મને રાજ મેહતાએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. બુધવારે ફિલ્મે 22.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું 6 દિવસનું કુલ કલેક્શન 117.10 કરોડ રૂપિયા થયું છે. ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે વરુણનુ કેરેક્ટર ખુબ સરસ રીતે નિભાવ્યુ છે, સાથે કરિના કપૂરે પણ શાનદાર રીતે સાથ આપ્યો છે. બન્ને કપલ ફિલ્મમાં ખુબ એક્ટિંગ કરી રહ્યાં છે. સાથે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીએ પણ સ્ક્રીન પર મજેદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલૉગ છે જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે.