ફિલ્મની ટેગલાઇનથી જાણી શકાય છે કે, તે વિમેન સેન્ટ્રિક ફિલ્મ હશે. આલિયા ભટ્ટની સાથે શેફાલી શાહ, રોશન મેથ્યુ અને વિજય વર્મા જોવા મળશે. સોશિયલ મીડિયા દ્વારા આજે આ ફિલ્મની જાહેરાત કરાઇ છે.. વાત પ્રોડ્યુસરની કરીએ તો ફિલ્મના પ્રોડ્યુસર આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, ગૌરવ વર્મા છે. તેમના પ્રોડકશન હાઉસનું નામ Eternal Sunshine Productions છે.
આલિયા ભટ્ટે આ જાહેરાત કરતા પહેલા જ સોશિયલ મીડિયા પર હિન્ટ આપી દીધી હતી કે, કંઇક નવું કરવા જઇ રહી છે.
આલિયા ભટ્ટ આ પહેલા ફિલ્મ ડિયર જિંદગીમાં શાહરૂખ સાથે સ્ક્રિન શેર કરી ચૂકી છે. હવે બંને એક જ પ્રોડકશન હાઉસમાં સાથે કામ કરશે. આ જાણીને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે. ફિલ્મ ક્યારે ફિલ્મ રીલિઝ થશે આ મુદ્દે હજું સુધી કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. આ સિવાય આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જેમાં આલિયાનો રોલ ખૂબ જ દમદાર છે. આ ફિલ્મ 30 જુલાઇએ થિયેટરમાં રિલીઝ થશે.