વડોદરાઃ કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ટ્રેનો ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ થઈ રહી છે. મંગળવાર, 2 માર્ચથી અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વેશન ધરાવે છે.
આ માટે રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. અગાઉ જે ભાડું 25 રૂપિયા હતું તેની સામે રિઝર્વેશનના 15 રૂપિયા ચુકવવા પડશે. આ કારણે રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરતાં મુસાફરોના ખિસ્સા પર વધારાનો ભાર આવશે. જેને લઇ મેમુ ટ્રેનમાં રોજ મુસાફરી કરતાં લોકોમાં રોષ છે.
રેલવે દ્વારા તમામ ટ્રેનો રિઝર્વેશન ધરાવતી શરૂ કરવામાં આવનારી હોવાથી મુસાફરો તેમજ દરરોજ અપ-ડાઉન કરનારા લોકોને પણ દરરોજ રિઝર્વેશન કરાવવું પડશે. જેથી મુસાફરોને મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેને લઇને મુસાફરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
પેસેન્જર્સની માંગણીને ધ્યાનમાં રાખી વડોદરા ઉપરાંત મહેસાણા, આબુરોડ, હિંમતનગર જેવા સ્થળો માટે પણ ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવશે.
Amitabh Bachchan Health Update: સર્જરી બાદ અમિતાભ બચ્ચને આ તસવીર કરી શેર, ફેન્સને લઇ કહી આ વાત
મોદીએ AIIMS જઈને રસી લીધી, અમિત શાહને રસી આપવા ડોક્ટરોની ટીમ ઘરે જશે, જાણો ક્યા ડોક્ટર્સ શાહને રસી આપશે ?
મોદીએ રસી લીધા પછી નર્સને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
વડોદરામાં મેમુના પેસેન્જર્સ પર ઝીંકાયો તોતિંગ વધારો, અપડાઉન કરનારા થઈ જશે લાંબા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2021 12:17 PM (IST)
પેસેન્જર્સની માંગણીને ધ્યાનમાં રાખી વડોદરા ઉપરાંત મહેસાણા, આબુરોડ, હિંમતનગર જેવા સ્થળો માટે પણ ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવશે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -