આલિયા ભટ્ટે પહેરી રણબીર કપૂરની ફેવરિટ નંબરની જર્સી, જુઓ તસવીર
રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ માટે એકવખત ફોટોગ્રાફર બન્યો હતો. પરંતુ આ વખતે આલિયાએ ફોટો પોસ્ટ કરીને આડકતરી રીતે એવું સ્વીકારી લીધું છે કે તે રણબીર સાથે સંબંધને લઈ સિરિયસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ભલે તેમના સંબંધ અંગે મગનું નામ મરી પાડવા ભલે તૈયાર ન હોય પરંતુ તેઓ એકબીજા સાથે સંકળાયેલી વસ્તુઓના ફોટા શેર કરવામાં સંકોચાતા નથી. બ્રહ્માસ્ત્રના સેટ પરથી જ્યારે આ બંને કોઈ ફોટો શેર કરે ત્યારે ફેન્સ હંમેશા ખુશ થઈ જતાં હોય છે
આલિયાએ પહેરેલી 8 નંબરની જર્સી અને રણબીર કપૂર પણ 8 નંબરની જર્સીમાં.
આલિયા અને રણબીર 2019માં રજૂ થનારી બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત અને કરણ જોહર નિર્મિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ લિડ રોલમાં જોવા મળશે.
રોક સ્ટાર એક્ટર રણબીર ઘણી રમત અને પ્રેસ કોન્ફરન્સમાં 8 નંબરની જર્સી પહેરીનો જોવા મળ્યો છે. તેમની જર્સી હંમેશા તેમના નામ આર.કે.ને વ્યક્ત કરે છે. રણબીર જ્યારે તેની ફૂટબોલ ટીમને ચિયર કરતો હોય છે ત્યારે પણ આ નંબરની જર્સી પહેરેલો જોવા મળ્યો છે.
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જેમાં તેણે 8 નંબર લખેલી ટી-શર્ટ પહેરી છે. ફોટો શેર કરતાં આલિયાએ લખ્યું છે કે, ‘અનંતની પેલે પાર.’ 8 નંબર રણબીરની ફેવરિટ જર્સી નંબર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -