અસલમાં તાજેતરમાં જ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ભુવન બામની એક જૂની તસવીર શોધી કાઢી જે આ વર્ષના જુલાઈની છે. આમાં તે બ્લશ કરી રહ્યો છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે, ‘આ મહિને (જુલાઈ) આન્ત્રપ્રિન્યોર ઈન્ડિયા મેગેઝિનનો કવરબૉય બનીને ગર્વ અનુભવી રહ્યો છું. જ્યારે હું બ્લશ કરું છું ત્યારે આલિયા ભટ્ટ જેવો લાગું છું.’
એક યુઝર્સે તેનો ફોટો મૂકી લખ્યું કે હું મારા બાળકોને કહીશ કે ભુવન બામ દાઢી મૂંછવાળી આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે tell my kids ટ્રેન્ડ ભવિષ્યમાં તમે તમારા બાળકોને તમારા જીવન વિષે શું કહેશો તે અંગે ટ્રેન્ડ થઇ રહ્યું હતું.
જેમાં ભુવન બામને યુઝર્સનું ટ્વિટ પસંદ આવતા તેને રિટ્વિટ કર્યું અને લખ્યું આ ફોટો પાડતી વખતે મેં મારા ફોટોગ્રાફરને આજ કહ્યું હતું કે હું આલિયા ભટ્ટ જેવો લાગું છું.
જોકે, આ તસવીર પર કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ ભુવને આ ટ્વીટ્સને સકારાત્મક રીતે લીધી અને આલિયાને ટેગ કરતા લખ્યું, ‘આલિયા, ચાલ કૉફી ડેટ પર જઈએ કારણ કે, હું હવે મારા ક્રશ જેવો દેખાઉં છું.’