ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ જોઈ ચોંકી ગઈ આલિયા ભટ્ટ, કહી આ મોટી વાત, જાણો વિગત
abpasmita.in | 24 Nov 2019 07:49 AM (IST)
સેટને જોઈ આલિયા ભટ્ટ પ્રભાવિત થઈ હતી. જે બાદ તેણે કહ્યું કે, ગંગુબાઇ ફિલ્મનો સેટ ન માત્ર જીવનથી મોટો છે પરંતુ સંજય સરલની પહેલાની ફિલ્મો પદ્માવત અને રામ લીલાથી અધિક ભવ્ય અને સુંદર છે.
મુંબઇ: સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા મહત્વના રોલમાં છે. થોડા જ દિવસોમાં તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મના સેટ પર આલિયા ભટ્ટ પહોંચી તો આશ્ચર્ય ચકિત થઈ ગઇ હતી એને એમ કે પદ્માવત જેવી ફિલ્મોનો સેટ જ ભવ્ય અને આકર્ષક હોઇ શકે. પણ એની આ માન્યતા ત્યારે ખોટી પડી જ્યારે એ ગોરેગામના ફિલ્મ સિટીમાં આવેલા ગંગુબાઇના સેટ પર પહોંચી હતી. સેટને જોઈ તે પ્રભાવિત થઈ હતી. જે બાદ તેણે કહ્યું કે, ગંગુબાઇ ફિલ્મનો સેટ ન માત્ર જીવનથી મોટો છે પરંતુ સંજય સરલની પહેલાની ફિલ્મો પદ્માવત અને રામ લીલાથી અધિક ભવ્ય અને સુંદર છે. તેમાં ખૂબ ઝીણવટભર્યુ ડિટેલિંગ છે, જે સેટના નિર્માણ દરમિયાન કરવામાં આવ્યું છે અને તે કોઈની પણ તુલનામાં ખુબ મોટું છે. ગંગુબાઇના સેટ અંગેની વીગતો ગોપનીય છે અને એની તસવીર લેવી પણ અશક્ય છે. જોકે આલિયા સ્વયમ્ ગંગુબાઇ હોવાથી એને સેટ પર પ્રવેશ મળ્યો. સંજયના ડિરેકશનમાં આલિયા પહેલીવાર કામ કરશે. એણે કહ્યું કે રામ લીલા અને પદ્માવત્ને આંટી દે એવો આ સેટ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)