લગ્ન બાદ એક્ટિંગ છોડવાના સવાલ પર આલિયા ભટ્ટે આપ્યો આવો જવાબ, જાણો
આલિયા ભટ્ટ હાલ અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, મૌની રોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ આલિયા કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં પણ કામ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ પોતાના બેબાક નિવેદનોના કારણે બોલિવૂડમાં જાણીતી છે. આ પ્રશ્નના જવાબમાં આલિયા ભટ્ટે કહ્યું, પોતાના સ્ટેટસને બદલવા સિવાય લગ્ન બાદ કોઈપણ ચીજ છોડવાની જરૂર નથી રહેતી. આલિયાએ કહ્યું, જ્યાં સુધી એક્ટિંગ કરી શકું ત્યા સુધી એક્ટિંગ કરતી રહીશ. આલિયા ભટ્ટે તમામ લોકોને જવાબ નથી આપ્યા પરંતુ કેટલાક લોકોના પ્રશ્નોના જવાબ આલિયાએ આપ્યા હતા.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ રણબીર કપૂર સાથેના અફેરના કારણે ચર્ચામાં છે. આ બંને સ્ટારને અનેક વખત મુંબઈના રસ્તાઓ પર સાથે જોવા મળે છે. હાલમાં જ આલિયા ભટ્ટે ઈન્સટાગ્રામ પર 'આસ્ક મી એનિથિંગ' સેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ ફેન્સ તરફથી તેને અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. એક ફેન્સે આલિયાના પુછ્યું શું તે લગ્ન બાદ એક્ટિંગ કરવાનું છોડી દેશે?
- - - - - - - - - Advertisement - - - - - - - - -