'સંજુ' જોયા બાદ આલિયાએ કરી કૉમેન્ટ, કહ્યું- મને અને રણબીરને 'રાલિયા' કહીને બોલાવો
અત્યારે આ ફિલ્મ બાદ રણબીરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થવાની છે અને આમાં રણબીર અને આલિયા લીડ રૉલમાં દેખાશે. ફિલ્મ સંજુની વાત કરીએ તો ફિલ્મએ પહેલાજ દિવસે 32 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયાએ કહ્યું, રણબીર કપૂરે સંજુમાં ખુબજ ઉમદા કામ કર્યું છે અને મને આ ફિલ્મ ખુબજ ગમી છે. મને લાગે છે કે મારી 10 ગમતી ફિલ્મોમાં આ ફિલ્મમાં રણબીરની સાથેજ પરેશ રાવલ, વિક્કી કૌશલ, અનુષ્કા શર્માએ જબરદસ્ત મહેનત કરી છે. આ ફૂલ પેકેજ ફિલ્મ છે.
આલિયાએ વધુમાં કહ્યું કે, હું રાજકુમાર હિરાનીની ખુબ જ મોટી ફેન છું અને તેની ફિલ્મ આવ્યા બાદ હું તેને જોવા માટે ઉત્સાહિત રહુ છું.
આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં હવે એવું કહી દીધું છે કે, તેનો અને રણબીરનું નામ જોડીને રાલિયા કહીને બોલાવવામાં આવે. આ નિવેદન બાદ આલિયાએ કાલે રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ 'સંજુ'ને જોયા પછી તેના પર પણ કૉમેન્ટ કરી હતી.
કેટલાક નિવેદનો બાદ આલિયાએ ફરીથી પોતાના ક્રશ રણબીરને લઇને એવી વાત કહી છે કે જેનાથી લાગી રહ્યું છે કે આજકાલ આ બન્નેનો પ્રેમ પરવાનો ચઢ્યો છે. આ બન્નેને નવુ નામ મળ્યુ છે, તે છે રાલિયા.
મુંબઇઃ આજકાલ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂરનો પ્રેમ હવાઓમાં ઉડી રહ્યો છે. હવે આ વાતો કેટલુ સાચી છે અને કેટલી જુઠ્ઠી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પણ આજકાલ આ બન્નેના નિવેદનોનેથી એવું લાગ છે કે આ બન્ને સિક્રેટ રિલેશનશિપમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -