FIFA 2018: મેસ્સી બાદ રોનાલ્ડો પણ વર્લ્ડ કપમાંથી બહાર, ઉરુગ્વેએ પોર્ટુગલને 2-1થી હરાવ્યું
ઉરુગ્વે તરફથી સ્ટાર ફોરવર્ડ એડિંસન ક્વાનીએ બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે પેપેએ વર્તમાન યુરોપીયન ચેમ્પિયન પોર્ટુગલ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. એડિંસનને મેન ઓફ ધ મેચ ઘોષિત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રી ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં ફ્રાંસે આર્જેન્ટીનાને 4-3 થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્રાન્સ તરફથી એમ્બાપ્પે બે ગોલ કર્યા હતા. વર્લ્ડકપમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની આ પ્રથમ જીત છે. મેસ્સી પોતાનો ચોથો વિશ્વ કપ રમી રહ્યા હતો. 2006માં તેણે પ્રથમ વર્લ્ડકપ રમ્યો હતો પરંતુ એક વાર પણ ટ્રોફી જીતી શક્યો નથી.
નવી દિલ્હી: અર્જેન્ટીના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સી બાદ રોનાલ્ડોનું પણ વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્નું અધૂરું રહી ગયું છે. મેસીના નેતૃત્વવાળી આર્જેન્ટીનાની ટીમને ફ્રાન્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો જ્યારે રોનાલ્ડોના નેતૃત્વમાં રમી રહેલી પોર્ટૂગલને પણ શનિવારે મોડી રાત્રે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઉરુગ્વેએ 2-1 થી હરાવ્યું હતું.
શનિવારે રમાયેલા આ મુકાબલામાં ફ્રાન્સ અર્જેન્ટીના પર ભારે પડી હતી અને મેચની શરૂઆતથી જ પકડ બનાવી લીધી હતી. 13મી મિનિટમાં ટીમને પેનલ્ટી મળી અને એન્ટોનિયો ગ્રિજમાને બોલને ગોલ પોસ્ટમાં પહોંચાડી ટીમને બઢત અપાવી હતી. આર્જેન્ટિનાના પ્રથમ હાફના અંતમાં 41 મિનિટમાં ડી મારિયાએ જોરદાર ગોલ કરીને ટીમની બરાબરી કરી હતી.
ફ્રાન્સની જીતમાં યુવા ફોરવર્ડ કીલિયન એમ્બાપ્પેએ બે ગોલ કરી મોટું યોગદાન આપ્યું હતું. કજાન એરેનામાં રમાયેલા આ નૉકઆઉટ મુકાબલામાં ફ્રાન્સ તરફથી એમ્બાપ્પે સિવાય એન્ટોની ગ્રીઝમેને પેનલ્ટી પર ગોલ કર્યો હતો જ્યારે બેન્જામિન પાવર્ડે પણ એક ગોલ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -