ટુ સ્ટેટસમાં તમિલ યુવતી અનન્ય સ્વામીનાથન બની હતી આલિયા, તો ઉડતા પંજાબમાં બિહારી હિન્દી બોલીથી પરિચીત થઈ. ગીલ બોયમાં બમ્બૈયા હિન્દીથી પરિચિત થઈ અને રાઝી માટે ઉર્દુ શીખી અને આરઆરઆર માટે તેલુગુ. સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં એ કાઠિયાવાડી સ્ટાઈલમાં ગુજરાતી બોલશે.
ગંગુબાઈને બળજબરી વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. એમ મનાય છે કે એણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક અઠવાડિયામાં ફિલ્મ મુંબઈમાં ફલોર પર જશે.