આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે
abpasmita.in | 06 Nov 2019 08:53 AM (IST)
ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ કેમ્પસમાં એક્ટ્રેસને ખાવા પીવાથી લઇને દરેક વસ્તુ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ પરિણીતી ચોપડા પોતાની અપકમિંગ ફિલ્મ માટે પરસેવા પાડી રહી છે. હવે તે નવી મુંબઇના રામશેથ ઠાકુર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કૉમ્પેલેક્ષમાં 15 દિવસ સુધી સમય વિતાવશે, અહીં મેદાનમાં 15 દિવસ સુધી હાર્ડ પ્રેક્ટિસ કરીને ખેલાડી બનવાનો ટ્રાય કરશે. એક્ટ્રેસ પરિણીતી ચોપડા આવુ પોતાની અપકમિંગ બાયૉપિક ફિલ્મ 'સાયના'ના શૂટિંગ માટે કરી રહી છે. એક્ટ્રેસ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ પરની બાયૉપિકમાં કામ કરી રહી છે, અને સાયના જેવા લૂક અને એક્ટિંગ માટે તે 15 દિવસ સુધી રમતની પ્રેક્ટિસ કરશે. આ અંગે પરિણીતીએ કહ્યું કે, લૉકેશન સુધી જવા આવવા માટે ઓછામાં ઓછા ચારથી પાંચ કલાકનો સમય બગડે છે, એટલે અમે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં જ 15 દિવસ સુધી રોકાવવાનો નિર્ણય લીધો છે. જેથી હું સારી રીતે બેડમિન્ટનની ટ્રેનિંગ લઇને શૂટિંગ કરી શકુ. હું ઇચ્છુ છું કે ફિલ્મમાં હુ ખુદ સાયના જેવી પરફેક્ટ દેખાવુ. ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ કેમ્પસમાં એક્ટ્રેસને ખાવા પીવાથી લઇને દરેક વસ્તુ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.