✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

#MeToo: આલિયા ભટ્ટની માતાએ કહ્યું, ‘સેટ પર થઈ હતી રેપની કોશિશ’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 10:11 AM (IST)
#MeToo: આલિયા ભટ્ટની માતાએ કહ્યું, ‘સેટ પર થઈ હતી રેપની કોશિશ’
1

આલિયા ભટ્ટ તેની માતા સોની રાજદાન સાથે.

2

તેણે આલોકનાથ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આલોકનાથ અંગે દબાયેલા અવાજમાં સૌને ખબર છે. તે શરાબ પીધા બાદ કંઈક અલગ જ બની જતા હતા. તેમણે મારી સાથે કંઈ કર્યુ તો નથી પરંતુ તેમની આંખો બધું જ કહી દે છે.

3

સોની રાજદાને એમ પણ કહ્યું કે, તે વ્યક્તિના પરિવાર મુશ્કેલીમાં ન મુકાય તે માટે હું આ ઘટના અંગે અત્યાર સુધી નહોતી બોલી. સાંભળવામાં આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે પરંતુ તેના પરિવારમાં નાના-નાના બાળકો હતો. તે વ્યક્તિને ભૂલની સજા પરિવારને ભોગવવી પડી શકત. તે સમયે માહોલ એવો હતો કે આવી ઘટના સામે અવાજ ઉઠાવ્યા બાદ કોઈ તમને સમજી શકશે કે નહીં તેનો પણ પ્રશ્ન રહેતો હતો. તેથી મૌન ધારણ કરી લેવામાં આવતું હતું.

4

મુંબઈઃ બોલીવુડમાં જોરશોરથી ચાલી રહેલા મીટૂ અભિયાનમાં હવે વધુ એક જાણીતું નામ સામેલ થઈ ગયું છે. આલિયા ભટ્ટની માતા સોની રાજદાને તેની સાથે થયેલા યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, એક વ્યક્તિએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી પરંતુ તે સમયે હું કંઈ બોલી શકી નહોતી.

5

સોની રાજદાને ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારી સાથે પણ આવી ઘટના બની હતી. હું શૂટ પર હતી અને એક વ્યક્તિએ મારા પર રેપ કરવાની કોશિશ કરી હતી, પરંતુ હું બચી ગઈ. જો આજે આવી ઘટના બની હોત તો મારું પગલું કંઈક અલગ જ હોત. હું તેને સાંખી ન લેત ને કદાચ આ અંગે ફરિયાદ પણ કરત.

  • હોમ
  • મનોરંજન
  • #MeToo: આલિયા ભટ્ટની માતાએ કહ્યું, ‘સેટ પર થઈ હતી રેપની કોશિશ’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.