બીજી વન-ડેમાં ધોનીનું સ્થાન લઈ શકે છે આ ખેલાડી, ટીમમાં ફેરફારની સંભાવના!
રિષભ પંતને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જોકે તેની વિકેટકિપિંગ ટેકનિકની પણ ટિકા થાય છે. પંતની આ ખામી વધારેમાં વધારે મેચમાં વિકેટકિપિંગ કરવાથી દૂર થશે. વિશાખાપટ્ટનમ વન-ડેમાં ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ખલીલ અહમદના સ્થાને ચાઇનામેન બોલર કુલદીપ યાદવને તક મળી શકે છે. વિશાખાપટ્ટનમની પિચ સ્પિનર્સને મદદરુપ છે. જેથી ટીમમાં 3 સ્પિનર્સ રમાડવામાં આવે તેવી સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે, ટીમ ઇન્ડિયામાં રિષભ પંતને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રથમ વનડેમાં પંતે ફીલ્ડિંગ દરમિયાન નબળો જોવા મળ્યો હતો. એવામાં તેને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને ધોની ફીલ્ડિંગ કરતો જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ગૌહાટીમાં પ્રથમ વનડે 8 વિકેટે જીત્યા બાદ હવે ટીમ ઇન્ડિયા વિશાખાપટ્ટનમમાં જીત સાથે ઉતરશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયામાં 2 મોટા ફેરફાર થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -