આલિયાએ ખોલ્યું પોતાના પહેલા પ્રેમ અને બ્રેકઅપનું રાજ!
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ કિંગ શાહરુખ ખાન સાથે ફિલ્મ 'ડિયર જિંદગી' માં નજર આવશે. આ ફિલ્મમાં આલિયા ચાર યુવાનો સાથે રોમાંસ કરતી જોવા મળશે. શાહરૂખ ખાન તેની સાથે મેટર બનેલા જોવા મળે છે. આ ફિલ્મ નવેંબરમાં રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયાએ જણાવ્યું હતુ કે, તે જ્યારે 16 વર્ષની ઉમરની હતી ત્યારે એક શખ્સના પ્રેમમાં પડી હતી. તેને એટલો પ્રેમ કરતી હતી કે, તે સમયે તેની સાથે જ લગ્ન કરવા પણ માંગતી હતી. એટલું જ નહિ તેના બાળકોની માતા બનવાના સપના પણ જોવા લાગી હતી. આલિયાએ જણાવ્યું હતું કે, તેનું બ્રેકઅપ રિલેશનશિપમાં આવ્યાના બે વર્ષની અંદર જ થઇ ગયું હતું. આલિયાએ જણાવ્યું હતું કે, તેણે તેની સાથે બે વર્ષ સુધી ડેટ કર્યું હતું.
આલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, સિડ હજુ પણ તેની જીંદગીનો હિસ્સો છે. અને હજી તેની સાથે વાત કરે છે.
મુંબઇઃ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે હાલમાં જ પોતાના પહેલા પ્રેમ અને બ્રેકઅપને લઇને ખુલાસો કર્યો છે. કોઇ પણ વ્યક્તિ પોતાના પહેલા પ્રેમને ક્યારેય નથી ભૂલતું. તેમજ તે જીવનને લગતા ઘણા પાઠ પણ ભણાવે છે.
હાલ મીડિયામાં એવી પણ ચર્ચા છે કે, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલોહત્રા વચ્ચે પણ બ્રેકઅપ થઇ ગયું છે. તો એક બીજી બાજુ આલિયાનું કહેવું છે કે, તેમણે એક બીજાને ક્યારેય ડેટ નથી કરી, તો બ્રેકઅપ ક્યાંથી થાય?
- - - - - - - - - Advertisement - - - - - - - - -