નવી દિલ્હી: બૉલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાન તેના લવ એફેરને લઈને ચર્ચામાં છે. ઇરાએ બૉયફ્રેન્ડ સાથે એક રોમેન્ટિક તસ્વીર શેર કરી છે. પરંતુ તસ્વીરમાં તેણે  જે કેપ્શન આપ્યું છે, તેને લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

તસવીરમાં ઇરા બૉયફ્રેન્ડ મિશાલ કૃપલાણી સાથે રોમેન્ટિક પોઝમાં નજર આવી રહી છે. જેમાં બન્નેની બોન્ડિગ જોઈ શકાય છે.  તસ્વીર શેર કરીને ઇરાએ લખ્યું કે, “બધુ ઠીક થઈ જશે.”



ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મિશાલ કૃપલાણી સાથે રિલેશનમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ઇરા ઇન્સ્ટાગ્રામ પર મિશાલ સાથે તસવીરો શેર કરતી રહે છે.


ઇરા આમિર ખાન અને રીના દત્તાની નાની પૂત્રી છે અને તે ઘણીવાર પિતા આમિર સાથે નજર આવતી રહે છે.